લૂક-૧૨:૩૪

*ડેયલી બ્રેડ – આજનું વચન*

*ગુરુવાર- તા-૬-૪-૧૭*

*આજનું પવિત્ર વચન*

*લૂક-૧૨:૩૪*

*” કેમકે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત રહેશે.”*

  આજના વચન માટે હું પરમપિતાની સ્તુતિ કરું છું..

   મિત્રો..દ્રવ્ય એટલે શું??

     આપણે સીધે સીધુ એમ સમજીએ છીએ કે દ્રવ્ય એટલે ધન-પૈસા અને સંપત્તિ..

બરાબર ને??

    હા તમે બિલકુલ સાચા છો..

પણ..આપણે તેના મૂળ અર્થને જોઈયે..

દ્રવ્ય એટલે દરરોજ આપણે આપણો સમય અને તાલન્ત વ્યતીત કરીને જે ભેગું કરીયે તે દ્રવ્ય..

   આપણે શું ભેગું કરીયે છીયે..?

ધન -દૌલત , ચીજ વસ્તુઓ..

આપણાં ઉપયોગની વસ્તુઓ અને આપણાં ભવિષ્યના ઉપયોગની વસ્તુઓ..

  હા.. માનવીય જીવનની જરૂરિયાતો આપણે ચોક્કસ ભેગી કરવી જોઈએ.. 

એમાં કોઈ ના નથી.. પણ આપણે જે રીતે ભેગી કરીયે છીયે તે ખોટું હોઈ શકે છે.

  1. આદમ- હવાએ પાપ કર્યું, ઈશ્વરની આજ્ઞા તોડી જેને કારણે ઈશ્વરે તેને પસીનો પાડીને રોટલી ખાવાનો આદેશ આપ્યો.. 

( ઘણા લોકો કહે છે કે ઈશ્વરે આદમને શ્રાપ આપ્યો.. પણ તે બિલકુલ ખોટું છે.. ઈશ્વર કદીપણ શ્રાપ આપી ન શકે.. તે સર્વસમર્થ ઈશ્વર છે માટે તે આદેશ આપે છે.. આપણે આદેશ ન પાળિયે તે પાપ કહેવાય છે..)

 આપણે જો જાત મહેનત અને પસીનો પાડ્યા વિના પાપની કમાણી ભેગી કરીયે તો તે ચોક્કસ પાપ કહેવાય..

આજે મોટાભાગના લોકો અનૈતિક ધન ભેગું કરે છે.. અને રાત દિવસ એવા જ પ્રયત્નો કરે છે કે જલ્દી થી જલ્દી ધનવાન કેવી રીતે થવાય..?

આપણે નવા કરારના આ વચનો પર ધ્યાન આપીએ..

*૧ લો તિમોથી-૬:૬-૧૦*

*” પણ સંતોષ સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે, કેમકે આપણે આ જગતમાં કઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી..પણ આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીયે. પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે કે, જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાડે છે, કેમકે દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનું પાપનું મૂળ છે, એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંઘ્યા છે.”*

આગળ વચન શું કહે છે તે જુઓ.. આ વચન ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવાની કોશિષ કરજો..

*૧ લો તિમોથી- ૬:૧૭-૧૯*

*” આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે દેવ આપણાં ઉપભોગને સારું ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે, તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે, અને ઉદાર તથા પરોપકારી થાય, ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરું જીવન છે તે જીવન તેઓ ધારણ કરે.”*

હજી બીજું વચન જોઈયે..

*હિબ્રુઓને પત્ર-૧૩:૫*

*” તમારો સ્વભાવ નિર્લોભી થાય,  પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો..”*

મિત્રો.. આજના વચન દ્વારા તમેં દ્રવ્ય અને અનઁત જીવન વચ્ચેનો ભેદ સમજી શક્યા હશો..

આપણે અનઁત જીવન માટે દરરોજ વ્યસ્ત રહીયે.. તેને માટે આપણે સમય અને આપણી શક્તિ અને તાલન્તનોં ઉપયોગ કરીયે..

જો આપણું દ્રવ્ય આ જગતનું હશે તો તે આજ જગતમાં રહી જશે પણ જો આપણું ધ્યાન અને દ્રવ્ય અનઁત જીવન પ્રાપ્તિ માટે હશે તો આપણને હંમેશ માટે મળશે.. 

મિત્રો.. આપણાં દ્રવ્ય- ધન- દૌલતથી અને સારા કામ કરવાથી આપણને અનઁત જીવન મળવાનું નથી.. પણ પિતા પરમેશ્વરનો આત્મિક ભય, પ્રભુ ઈસુ પર વિશ્વાસ અને પવિત્ર આત્માની સહાયથી જ આપણને અનઁત જીવન મળશે.. માટે આજે જ અત્યારે જ આપણા પાપોની કબૂલાત કરીયે અને આ પ્રાર્થના કરીએ..

*આજની પ્રાર્થના*

*” હે સર્વ શક્તિમાન, પિતા પરમેશ્વર, હું એક અદનો માણસ છું, મારા જીવનની અનેક જરૂરિયાતો છે.. હું સખત પરિશ્રમ કરું છું, છઁતા મારી પાસે મારી જરૂરતોનું લિષ્ટ ઘણું લાંબુ હોય છે.. હું પસીનો પાડું છું, મહેનત કરું છું, પણ આ જગતની ચિંતાઓ અને આવશ્યકતાઓ મારા પર ફાવી જાય છે, હું આ જગતની બાબતોની ખોજ કરતા કરતા આત્મિક જીવનમાં કમજોર બની જાઉં છું, હું કોશિષ કરું છું કે હું આત્મિક જીવનમાં હજી આગળ વધુ પણ મારી ચિંતાઓ અને મારી જરૂરતો મને દાબી નાખે છે, પણ આજનું વચન મને હિંમત અને પ્રેરણા આપે છે.. મારું ચિત્ત અને મારું મન તેમજ મારી શક્તિઓ અને મારી આવડતો દ્વારા હું આત્મિક જીવન અને અનઁત જીવન મેળવવાની બાબતને પહેલું સ્થાન આપીશ..મને હિંમત અને બળ આપો, બુદ્ધિ અને શક્તિ આપો, મને દુનિયાદારીના આવા પરિબળો અને પરિક્ષણોમાં જીત મેડવવાની ધીરજ અને જોશ આપો, હું દ્રવ્યની નહિ પણ અનઁત જીવનની અભિલાષા રાખું છું, તમે મને લેવા આવો ત્યાં સુધી અથવા મારા જીવનના અંતિમ શ્વાસ સુધી મને વિશ્વાસુ બની રહેવાની શક્તિ આપજો..મારું રક્ષણ કરજો અને મને આશીર્વાદ આપજો. પ્રભુ ઈસુના નામમાં આમીન.”*

૩૦ માર્ચ ૨૦૧૭

**** દેવનું વચન ****

**** ૩૦ માર્ચ ૨૦૧૭ ****
“કેમ કે દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવો અન્યાયી નથી.”
હિબ્રૂઓને પત્ર ૬:૧૦

૩૧ માર્ચ ૨૦૧૭

**** દેવનું વચન ****

**** ૩૧ માર્ચ ૨૦૧૭ ****
“યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે; મારો દેવ, મારો ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખતર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.”
ગીતશાસ્‍ત્ર ૧૮:૨

માથ્થી-૧૧:૨૮

*ડેયલી બ્રેડ – આજનું વચન*
*આજનું શાંતિદાયક વચન*
*માથ્થી-૧૧:૨૮*

*ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાંઓ તમે સઘળા મારી પાસે, ને હું તમને વિસામો આપીશ.”*
     આજના વચન માટે ઈશ્વરપિતાનો આભાર માનું છું.
  આજનું વચન આપણ સર્વના જીવનની નરી વાસ્તવિકતા પ્રગટ કરે છે..
 વચનનો પ્રથમ ભાગ આ પ્રમાણે સમજાવે છે કે..

*”ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ…”*
પ્રભુ ઈસુ માનવ જીવનની ભયંકરતા અને દર્દનાક પરિસ્થિતિને જોઈને આ વચન કહે છે..
વૈતરું એટલે શું?? 

એ સમજવાની જરૂર છે..

જે કામ આપણને ગમતું હોય અને તેની સફળતા માટે આપણે અથાક પ્રયત્ન કરીએ..તેને પરિશ્રમ કહેવાય.. પણ જે કામ અને તેનું પરિણામ આપણને લગીરે ગમતું ન હોય અને તેની પાછળ વ્યર્થ મહેનત યા પ્રયાસ કરવાનો વારો આવતો હોય તેને વૈરતું અને ગુલામી કરવી કહેવાય..

 આ દુઃખદ અને નિરાશાથી ભરેલું જીવન પણ આપણને ક્યાં ગમે છે?

શુ તમને તમારું આ જીવન જીવવાની મઝા આવે છે??

મજબૂરીથી આપણે જીવન જીવી રહ્યા છીએ.. મોટાભાગના લોકો જીવનનથી હારી જાય છે..

આત્મહત્યા તેમને અંતિમ ઉકેલ દેખાય છે..

 ઘણાક તો જીવનનો ગમ ભુલાવવા વ્યસન તરફ ખેંચાઈ જાય છે અને પછી જીવન આખું નર્કમય બનાવી દે છે..

નિરાશા અને હતાશા અને પ્રેમના અભાવે માણસ અનૈતિક સંબન્ધોમા જકડાઈ જાય છે..

આત્મિક રીતે તદ્દન નિરાશાવાદી અને આળસુ બની જાય છે..

 તેનું જીવન તેને *ભારરૂપ* અને *ભયંકર બોજારૂપ* લાગવા લાગે છે.. અને જીવન કરતા મોતને તે વ્હાલું ગણે છે..
પરંતુ મિત્રો.. તમારામાંથી કોઈ આવી પરિસ્થિતિમાં છે… તો વચનનો આગળનો ભાગ અને તેનો ખુલાસો ખાસ સમજવા જેવો છે..
પ્રભુ ઈસુ ખુબજ પ્રેમાળ અને માયાળુ શબ્દોમાં તમને આમંત્રણ આપે છે.. અને કહે છે કે…

*”તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ .”*
સઘળા..એટલે હર પ્રકારે દુઃખી અને વ્યથિત વ્યક્તિઓ.. 

સઘળા એટલે હર ધર્મ અને હર કોમના વ્યક્તિઓ..

સઘળા એટલે હર ઉંમરની વ્યક્તિઓ..

સઘળા એટલે સમગ્ર માનવજાતિ…
*શુ તમારા જીવનની હાલની પરિસ્થિતિ જોતા.. 

તમને શાંતિ- આંનદ-આરોગ્ય-જીવનની ખુશી- અનઁત જીવન- સુખ અને વિસામાં એટલે નિરાંતની જરૂર છે??*
તો હમણાં જ મનોમન આ પ્રાર્થના કરો..
*” હે દયાળુ પરમેશ્વર.. મારું જીવન દુઃખ – તકલીફ અને બીમારીઓથી ભરેલું છે.. હું જીવનમાં લાચારીનો સામનો કરી રહ્યો છું/ કરી રહી છું. હે પ્રભુ ઈસુ મને તમારી સાચી શાંતિની જરૂર છે.. હું આંનદીત જીવન જીવવા માંગુ છું. મારા નિરાશ જીવનનમાં આશા અને ઉમ્મીદ બનીને આવો, હું તમને મારા હ્ર્દયમાં આવવાનું આમંત્રણ આપું છું, મારા જીવનમાં તમારી જ જરૂર છે..તમે જ મારા જીવનના માલિક છો. 

મને બુરાઈથી અને બુરા વિચારોથી મુક્ત કરો,

 મને વ્યસન અને વ્યભિચારથી મુક્ત કરો. 

મને નવા જીવનમાં દોરવણી આપો,

 મારું હવે પછીનું જીવન તમને જ સમર્પણ કરું છું. પ્રભુ ઈસુ હું તમારે શરણે આવ્યો છું,/ આવી છું.

 મને બચાવો અને મને અનઁત જીવન દાન બક્ષો.. 

પ્રભુ ઈસુના પવિત્ર અને સામર્થી નામમાં આમીન.”*