ઝખાર્યા ૨:૮

⭐ આજ નું વચન ⭐

“કેમ કે જે તમને અડકે છે તે તેમની આંખની કીકીને અડકે છે.”

ઝખાર્યા ૨:૮

‘પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વહાલાઓ, આપણી પોતાની આંખની વાત કરીએ તો, જયારે પણ કોઈ કચરો પડે છે કે કોઈ પણ જીવાત આવી જાય છે, આપણી પાંપણ તરત જ આપણને ખબર પડે કે ધ્યાન જાય પહેલા જ પોતે ઢળી જઈ આપણી આંખોનુ અદભુત રીતે રક્ષણ કરે છે. આજના વચન પ્રમાણે જેમણે આટલી અદભુત રચના કરી છે તેઓ પોતે તમને સંભાળે છે, જેથી તમને કાંઈ પણ હાનિ થશે નહીં, અને જો તકલીફ પણ આવે છે તો નક્કી જાણજો તે તમારા જ હિતમાં હશે.’

મારા આકાશમાંના પિતા, મને આટલો બધો પ્રેમ કરવાને માટે તમારો આભાર. હજુ વિશેષ દ્રઢતા સાથે તમારી સાથે મને ચલાવો. પ્રભુ ઈસુના નામમાં આમીન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *